Friday, March 11, 2022

માતાજીનો થાળ 🙏🙏

જમોને જમાડું પ્રેમે મોરીમૈયા,
જમજો અંબેમાત જમાડે આજ તમારો બાળ;
જમાડે આજ તમારો બાળ,
જોઈ રહ્યો છું વાટ તમારી, પિરસી મૂકયો થાળ,
જમાડે આજ તમારો બાળ (૨)...

ધારી, ઘેવર, ગુંજ, ગલેફા...
ગુલાબજાંબુ, બરફી, પેંડા;
મગજ, મગદાળ, મૈસુર પીરસ્યો,
પીરસ્યો મોહનથાળ,
જમાડે આજ તમારો બાળ (૨)...

ભાતભાતના શાક બનાવ્યાં...
કચોરીને દહીંવડા બનાવ્યાં;
ચટણી, રાયતા, પાપડ, અથાણાં,
બટેટા પૌવા સાથ,
જમાડે આજ તમારો બાળ (૨)...

મગની મોહક દાળ વઘારી...
દહીં ભાંગીને મે તો લસ્સી બનાવી;
વાલ, વટાણા, ચણા ને ચોળા,
કીધો કમોદ નો પાક,
જમાડે આજ તમારો બાળ (૨)...

ખાટું-ખારું કઈ નવ કહેજો...
જે જોઈએ તે માંગી લેજો;
બાળક ઊભો ચમ્મર ઢોળે, 
હૈયે હરખ ન માય,
જમાડે આજ તમારો બાળ (૨)...

જળ જમનાની ભરી છે જારી...
આચમન કરોને માં આરાસુરવાળી;
લવિંગ, સોપરી, ડાળ, વરિયાળી,
બિડેલ બાસમતી સાથ,
જમાડે આજ તમારો બાળ (૨)...

જમીને જમાડું પ્રેમે મોરી મૈયા, 
જમજો અંબે માત જમાડે આજ તમારો બાળ;
જમાડે આજ તમારો બાળ....

Wednesday, March 2, 2022

my life 🤩

                  All my life incidents are precious movement for me because all the incidents are makes with me surprisely. And all time I have one confusion and so that all time, day or night I was want to thinking about what I can do and how to solve this problem and how I was want free into the incidents. Inshort define my life in my ownsenf, 

          " My life is my precious 
                          and
             I love my life 💘" 
 

માતાજીની આરતી

જય આધ્યા શક્તિ માં જય આધ્યા શક્તિ  અખંડ બ્રહ્માંડ નિપાવ્યા (૨)પડવે પંડિત માં...   ઓમ‌ જયો જયો માં જગદંબે.... દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જ...