અખંડ બ્રહ્માંડ નિપાવ્યા (૨)પડવે પંડિત માં...
ઓમ જયો જયો માં જગદંબે....
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું (૨)
બ્રહ્મા ગણપતિ ગાયે(૨), હર ગાયે હર માં...
ઓમ જયો જયો માં જગદંબે....
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા (૨)
ત્રયા થકી ત્રિવેણી (૨) તમે ત્રિવેણી માં...
ઓમ જયો જયો માં જગદંબે....
ચોથે ચતુરા મહાલક્ષ્મી, માં સચરાચર વ્યાપ્યા (૨)
ચારભુજા ચૌ દિશા (૨) પ્રગટ્યા દક્ષિણમાં...
ઓમ જયો જયો માં જગદંબે....
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા (૨)
પંચ સહસ્ત્ર ત્યાં સોહિએ (૨) પંચે તત્વોમાં...
ઓમ જયો જયો માં જગદંબે....
ષષ્ઠી તું નારાયણી, મહિષાસૂર માર્યો(૨)
નરનારી ના રૂપે (૨) વ્યાપ્યા સઘળી માં...
ઓમ જયો જયો માં જગદંબે....
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી (૨)
ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા માં...
ઓમ જયો જયો માં જગદંબે....
અષ્ટમી અષ્ટભૂજા, આઈ આનંદા (૨)
સુનીવર મુનિવર જનમ્યા (૨) દૈવ દૈત્યો માં...
ઓમ જયો જયો માં જગદંબે....
ઓમ જયો જયો માં જગદંબે....
નવમી નવકુળ નાગ, સેવે ન નવદુર્ગા (૨)
નવરાત્રીના પૂજન શિવરાત્રીના અર્ચન,
કીધાં હર બ્રહ્મા...
ઓમ જયો જયો માં જગદંબે....
દસમી દસ અવતાર, જય વિજયાદશમી (૨)
રામે રામ રમાડયા (૨) રાવણ રોળ્યોમાં...
ઓમ જયો જયો માં જગદંબે....
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા (૨)
કામ દુર્ગા કાલિકા (૨) શ્યામાને રામા...
ઓમ જયો જયો માં જગદંબે....
બારસે બાળા રૂપ, બહુચરી અંબામાં (૨)
બટુક ભૈરવ સોહીયે કાળભૈરવ સોહીયે,
તારા છે તુજમાં...
ઓમ જયો જયો માં જગદંબે....
તેરસે તુલજા રૂપ, તમે તારુણી માતા(૨)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા...
ઓમ જયો જયો માં જગદંબે....
ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા (૨)
ભાવભક્તિ કહી આપો ચતુરાઈ કંઈ આપો,
સિંહ વાહિની માતા...
ઓમ જયો જયો માં જગદંબે....
પૂનમ એ કુંભ ભર્યો, સાંભળજો કરુણા (૨)
વસિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા,
ગાઈ શુભ કવિતા...
ઓમ જયો જયો માં જગદંબે....
સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા (૨)
સવંત સોળે માં પ્રગટ્યા (૨)
રવાને તીરે, હર ગંગાને તીરે...
ઓમ જયો જયો માં જગદંબે....
ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી, સોળ સહસ્ત્ર ત્યાં સોહીયે (૨)
ક્ષમા કરો ગૌરી માં દયા કરો ગૌરી...
ઓમ જયો જયો માં જગદંબે....
શિવ શક્તિ ની આરતી, જે કોઈ ગાશે (૨)
ભણે શિવાનંદ સ્વામી, ભણે ભોળાનંદ સ્વામી,
સુખ સંપતિ થાશે, હર કૈલાશ જાશે, મા અંબા દુઃખ હરશે...
ઓમ જયો જયો માં જગદંબે....
એ બે એક સ્વરૂપ, અંતર નવ ધરશો (૨)
ભોળા ભવાનીને ભજતા, ભોળા અંબેમાને ભજતા,
ભવસાગર તરશો...
ઓમ જયો જયો માં જગદંબે....
ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા (૨)
વલ્લભ ભટ્ટને રાખ્યા (૨) ચરણે સુખ દેવા...
ઓમ જયો જયો માં જગદંબે....
માની ચુંદડી લાલ ગુલાલ, શોભા અતી સારી (૨)
આંગણ કુકડ નાચે(૨)
જય બહુચરબાળી માં જય અંબે માડી
ઓમ જયો જયો માં જગદંબે....(૩)
! બોલો શ્રી અંબે માતની જય !
No comments:
Post a Comment